Home | Contact Us | Feedback
મમતા સેવા પ્રોત્સાહક યોજના

Important Links

Government Of Gujarat
Government Of India
Roads & Building Dept.
GUDM
GMFB
Mahatma Mandir
Health Department
Food Registration
e-Blood Directory

મમતા સેવા પ્રોત્સાહક યોજના

સગર્ભા થવું એ કોઈ પણ સ્ત્રી માટે ખુબજ આનંદ અને ગૌરવની વાત છે. સગર્ભાવસ્થા એ સ્ત્રીનાં જીવનમાં આવતી જુદી જુદી અવસ્થાઓ પૈકી ની એક સામાન્ય અવસ્થાઓ છે. બાલ્યાવસ્થા, તરુણાવસ્થા ,યુવા , પૌઢ અને ઘડપણ આ સર્વે અવસ્થાઓમાં આરોગ્ય ની જાળવણી જરૂરીયાત અલગ અલગ હોય છે. સગર્ભાવસ્થા સામાન્ય હોવા છતાં યોગ્ય ઉંમર ખુબ જ યોગ્ય ક્રમ અને અન્ય બિમારી ઓ ના હોવા ઊપરાંત આરોગ્યની વખતો વખત ની ચકાસણી ખુબ જ અગત્યની બની રહે છે.

સગર્ભાવસ્થા દરમિયાન એક ખુબ જ મહત્વની સમસ્યા છે. ‘એનેમીયા’ સામાન્યા સંજોગોમાં પણ ભારત અને ગુજરાતી સ્ત્રીઓમાં એનેમીયા પ્રમાણ ૫૦% થી વધુ હોય છે. જે સગર્ભાવસ્થા દરમિયાન વધીને ૬૦% થી વધુ થતુ હોય છે. આ સંજોગોને ધ્યાને રાખીને સરકારશ્રી દવારા સગર્ભા બહેનોમાં એનેમીયાનુ પ્રમાણ ઓછું થાય તે માટે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે. જેમાં મુખત્વે જનની સુરક્ષા કાર્યક્રમ, કસ્તુરબા પોષણ સહાય યોજના, નેશનલ આયર્ન પલ્સ ઈનીસીએટીવ,જનની શીશુ સુરક્ષા કાર્યક્રમ વગેરે આ સર્વે કાર્યક્રમોને ધ્યાનમાં શીખીએ તો રોકડ સહાય તેમજ ફકત આયર્ન સપ્લીમેન્ટ કરવામાં આવે તો પણ અપેક્ષિત પરિણામ હાંસલ કરી શકાયેલ નથી આથી ગાંધીનગર મહાનગર પાલિકા દવારા હિમોગ્લોબીનનાં બનવા માટે જરૂરી પોટ્રીન આપવા માટેની જોગવાઈ ચાલુ વર્ષના બજેટમાં કરવમાં આવેલ છે.

() સગર્ભા માતાઓની વહેલી નોધણી ( પ્રથમ ત્રણ માસ) થી લઈ તેમના બાળકોના સંપુર્ણ રસીકરણ સમય દરમ્યાન તેમના પોષણ માટે પોષણક્ષમ પ્રોત્સાહન ગાંધીનગર મહાનગર પાલિકા દવારા મળી રહે અને તેના દવારા કુપોષણ નાથવા કઠોળ કે જેમાથી ખુબજ જરૂરી પ્રોટીન સગર્ભા સ્ત્રી ઓને મળી રહે તે માટે નો પ્રયાસ અંતગર્ત સંક્ષેપ જણાવાનું કે NFHS ૨૦૦૫-૦૬ ના સર્વે અંતગર્ત

() ગુજરાત રાજયની ૧૫-૪૫ વર્ષ ની ઉંમર ધરાવતી સ્ત્રીઓમાં કુપોષણ ૫૫.%જોવા મળેલ છે. આ જ સ્ત્રીઓ માતા બને છે. ત્યારે તેમને પોષણની વધારે જરૂર પડે છે. માતા બન્યા બાદ બીજા ૬ મહિના સુધી બાળકનો કુપોષણ થી બચાવવા સ્તનપાન કરાવવુ જરૂરી છે. તે તમામ સમય દરમ્યાન સગર્ભા તેમજ ધાત્રી માતાને પોષણક્ષમ આહાર મળી રહે તે ખુબજ જરૂરી છે.

() સંક્ષેપમાં જો સગર્ભા સ્ત્રી માં કુપોષણ હોય તો તેના કારણે તેનું આવનાર બાળક નુ વજન જન્મ સમયે ઓછુ હોવાની શકયતા ખુબજ વધી જાય છે. અને વળી પાછુ ઓછા વજન સાથે જન્મ લીધેલ બાળકને આરોગ્યની અન્ય સમસ્યા ઓ થઈ શકેછે.

આમ સગર્ભા અવસ્થાથી બળકના જન્મ અને ત્યાર બાદ બાળક નવ મહિના સુધી સંપુર્ણ રસીકરણ પુર્ણ કરે તેમજ માતા અને બાળકનુ પોષણ જળવાઈ રહે તે માટે તેમજ જરૂરી જ્ઞાન મળી રહે તે હેતુથી પ્રોષણક્ષમ પ્રોત્સાહન એટલે કે કુલ ૬ કિલો કઠોળ વિવિધ તબ્બકામાં ગાંધીનગર મહાનગર પાલિકા તરફથી તમામ સગર્ભા સ્ત્રી ઓને આપવવામાં આવશે જેની માહીતી આ મુજબ છે.

આ યોજના નો ઉદેશ સગર્ભા સ્ત્રી ઓની વહેલી નોધણી થી લઈ બાળકોનું સંપુર્ણ રસીકરણ છે.

કાર્યરિતી

અનુક્રમ

પ્રોત્સાહન

તબકકા

૧ કિ.ગ્રા દાલ

વહેલી સગર્ભા નોધણી સમયે ( પ્રથમ ત્રણ માસ )

૧ કિ.ગ્રા દાલ

દ્રિતીય પુર્વ પ્રસુતી (2NDANC) સમયે

૧ કિ.ગ્રા દાલ

સંસ્થાકીય સુવાવડ સમયે ૮૫/ કે જેમા (જન્મ સમયે બીસીજી, ૦ પોલિયો

જન્મ સમયનો હિપ્પેટાઇટીસનો ડોઝ તેમજ ફકત અને ફકત સ્તનપાન પ્રથમ ૬ માસ સુધી અંગેનું સંપરામર્ક્ષ

૧ કિ.ગ્રા દાલ

પેન્ટાવેલેન્ટ -૨ અને OPV-2 દર સમયે

૧ કિ.ગ્રા દાલ

પેન્ટાવેલેન્ટ -૩ અને OPV-3 દર સમયે

૧ કિ.ગ્રા દાલ

મિઝલ્સ અને VITA-A સમયે